• નગરપાલિકામાં ખીલ્યું કમળ

  • 36 બેઠકોમાંથી 25 પર ભાજપનો કબજો

  • કોંગ્રેસને ફાળે આવતી 11 બેઠકો

  • વોર્ડ નં.5માં કોંગ્રેસના વિનય પટેલની પેનલે ભાજપના ગઢમાં પાડ્યું ગાબડું

  • આપ‘ અને અપક્ષના સૂપડા સાફ

  • અંકલેશ્વરની જનતાએ ત્રીજા પક્ષને નકાર્યો 

અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના જંગનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. સવારથી શરૂ થયેલી મતગણતરીના અંતે નગરપાલિકામાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ સત્તાનું સુકાન સંભાળ્યું છે. ઈવીએમ ખુલતાની સાથે જ ભાજપ તરફી માહોલ જોવા મળ્યો હતોજોકે કેટલીક બેઠકો પર કોંગ્રેસે ભાજપને કાંટાની ટક્કર આપી સૌને ચોંકાવી દીધા છે.

અંકલેશ્વર નગરપાલિકાના કુલ 9 વોર્ડની 36 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 25 બેઠકો પર વિજય મેળવીને બહુમતી હાંસલ કરી છે. શહેરના વિકાસના નામે ભાજપે ફરી એકવાર જનતાનો વિશ્વાસ જીતવામાં સફળતા મેળવી છે. બીજી તરફકોંગ્રેસે આ વખતે ગત ટર્મ કરતા સારો દેખાવ કર્યો છે અને 11 બેઠકો પર જીત મેળવી મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવી છે.

આ ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર 5માં જોવા મળ્યો હતો. જ્યાં કોંગ્રેસના યુવા અને ઉત્સાહી ઉમેદવાર વિનય પટેલ સહિતની આખી પેનલે વિજય પતાકા લહેરાવી છે. વિનય પટેલની જીતે ભાજપના તમામ સમીકરણો અને ગણતરીઓને ઉંધી પાડી દીધી છે. યુવા નેતૃત્વ પર જનતાએ ભરોસો મૂકતા ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે.

આંકડાકીય માહિતી :-

કુલ બેઠકો: 36

ભાજપ: 25

કોંગ્રેસ:  11

આમ આદમી પાર્ટી (AAP): 0

અપક્ષ: 0

નોંધનીય છે કેઆમ આદમી પાર્ટી અને અપક્ષના ઉમેદવારોને જનતાએ સદંતર નકારી દીધા છે. અંકલેશ્વરમાં સીધો જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જોવા મળ્યો હતો.

પરિણામો જાહેર થતા જ ભાજપના છાવણીમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છેતો કોંગ્રેસે પણ વોર્ડ નંબર 5 અને અન્ય બેઠકો પર મળેલી જીતને પોતાની નૈતિક જીત ગણાવી છે. હવે જોવાનું એ રહેશે કે આગામી પાંચ વર્ષમાં ભાજપ શાસિત નગરપાલિકા શહેરના પ્રશ્નોનું કેવી રીતે નિરાકરણ લાવે છે.