ચીનના ઉત્તરી શાંક્સી પ્રાંતમાંથી એક અત્યંત ભયાનક અને મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં આવેલી લિયુશેનયુ‘ કોલસાની ખાણમાં શુક્રવારે મોડી રાત્રે એક પ્રચંડ ગેસ વિસ્ફોટ થયો હતો. આ દર્દનાક અકસ્માતમાં અત્યાર સુધીમાં 90 શ્રમિકના મોત નીપજ્યા છેજ્યારે 9 શ્રમિક હજુ પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતને છેલ્લા એક દાયકામાં ચીનની અંદર બનેલી સૌથી ઘાતક ખાણ દુર્ઘટનાઓમાંથી એક માનવામાં આવી રહી છે.

Coal Mine Blast

ચીનની સરકારી ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબઆ વિસ્ફોટ કિનયુઆન કાઉન્ટીમાં આવેલી લિયુશેનયુ કોલસાની ખાણમાં થયો હતો. જે સમયે આ ગેસ બ્લાસ્ટ થયો તે સમયે ખાણની અંદર કુલ 247 શ્રમિક રાબેતા મુજબ કામ કરી રહ્યા હતા. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે શ્રમિકને બહાર નીકળવાની તક જ નહોતી મળી. જોકેરાહતની વાત એ છે કે 200થી વધુ શ્રમિકને સુરક્ષિત રીતે જમીનની બહાર કાઢી લેવામાં આવ્યા છે.સમગ્ર ઘટના અંગે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે તપાસના આદેશ આપ્યા છે.