અમરેલી: યાર્ડમાં જાહેર હરાજી અચોક્કસ મુદત સુધી બંધ,ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

યાર્ડમાં વેપારીને નોટીસ પાઠવ્યા બાદ વેપારીએ યાર્ડમાં જાહેર હરાજી અચોક્કસ મુદત સુધી બંધ રાખવાની જાહેરાત બાદ ખેડૂતો ગત રાતના હેરાન પરેશાન છે

New Update
અમરેલી: યાર્ડમાં જાહેર હરાજી અચોક્કસ મુદત સુધી બંધ,ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

અમરેલીના સાવરકુંડલા યાર્ડમાં વેપારીને નોટીસ પાઠવ્યા બાદ વેપારીએ યાર્ડમાં જાહેર હરાજી અચોક્કસ મુદત સુધી બંધ રાખવાની જાહેરાત બાદ ખેડૂતો ગત રાતના હેરાન પરેશાન છે અને યાર્ડમાં જાહેર હરાજી બંધ રહેતા ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.

અમરેલીના સાવરકુંડલા એપીએમસીમાં ગઈકાલે એક ખેડૂતને વેપારી સાથે રકજક થયા બાદ એપીએમસીમાં ખેડૂતે ફરિયાદ કરતા યાર્ડ દ્વારા રાધારમણ ટ્રેડિંગના વેપારીને નોટીસ પાઠવતા આજે વેપારીઓ દ્વારા જાહેર હરાજી બંધ રાખવાના નિર્ણયથી ખેત જણસો ખરીદ કરવાની ના પાડતા ગત રાતથી ખેત જણસો લઈને આવેલા ખેડૂતો જાયે તો જાયે કહાં ની જેવી સ્થિતિ નિર્માણ પામી છે ને ખેડૂતો રોષિત બન્યા છે. ખેડૂતોની ખેત જણસો ખરીદવા વેપારીઓ તૈયાર ના થતા યાર્ડ સતાધીશો દ્વારા ખેડૂતોને પોતાનો માલ પરત લઇ જવાનું માઇકમાં એલાન થતા ખેડૂતોનું ટોળું યાર્ડ કચેરીએ પહોંચીને ધરણાં શરૂ કર્યા હતા ખેડૂતો વધુ રોષિત બને અને કાયદો વ્યવસ્થા ના ખોરવાઈ માટે પોલીસ યાર્ડ માં પહોચી હતી ને ખેડૂતોને સમજાવટ ના પ્રયાસો કર્યા હતા ત્યારે યાર્ડ ના જોઇન્ટ સેક્રેટરી એ વેપારીએ ખેડૂત સાથે ખરાબ વર્તન કરતા નોટીસ પાઠવેલ જેને લઇને વેપારીઓ યાર્ડ ને દબાવવા માટે હરરાજી બંધ રાખેલ હોવાનું જણાવ્યું હતું

Latest Stories