Connect Gujarat
ગુજરાત

અમરેલી : કોવાયા ગામના લાખણોત્રા પરિવારના આંગણે શિવ કથા, મુખ્યમંત્રીએ કર્યું કથા શ્રવણ

રાજુલા તાલુકાના કોવાયા ગામે લાખણોત્રા પરિવારનાના આંગણે ચાલતી પૂજ્ય ગીરી બાપુની શિવ કથામાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિશેષ હાજરી આપી કથા શ્રવણ કર્યું હતું.

X

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામે લાખણોત્રા પરિવારનાના આંગણે ચાલતી પૂજ્ય ગીરી બાપુની શિવ કથામાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિશેષ હાજરી આપી કથા શ્રવણ કર્યું હતું.

અમરેલી જિલ્લાના રાજુલાના કોવાયા ગામે પ.પૂ. ગીરીબાપુની શિવ કથામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. લાખણોત્રા પરિવારના આંગણે ચાલી રહેલ શિવ કથામાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા. શિવ કથા નિમિત્તે વિવિધ ધાર્મિક પ્રસંગોનું પણ આયોજન કરાયું છે, ત્યારે શિવ કથા દરમ્યાન પ.પૂ. ગીરીબાપુની અમૃતમય વાણીનું રસપાન કરીને સૌ શિવભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે અમરેલી જિલ્લા પ્રભારી મંત્રી આર.સી.મકવાણા, સાંસદ નારણ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી, ધારાસભ્ય જે.વી.કાકડીયા, ભગા બારડ, પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, જીલ્લા કલેક્ટર, એસપી સહિતના મહાનુભાવોએ શિવ કથાનું શ્રવણ કર્યું હતું.

Next Story