Connect Gujarat
બ્લોગ

ભાવનગર : આપ દ્વારા બાપાની મઢુલીનો વેરો મનપા ઇન્ચાર્જ કમિશનરને ભરવામાં આવ્યો, સ્થાનિકોમાં રોષ ફેલાયો

ભાવનગર મ્યુન્સીપલ કોર્પોરેશન દ્વારા બાપાસીતારામ ની મધુલીને વેરાનું બિલ આપવામાં આવતા ભાવનગર આમ આદમી પાર્ટી દ્વારા આ બિલ ભરપાઈ કરવામાં આવ્યું.

X

ભાવનગર મ્યુન્સીપલ કોર્પોરેશન દ્વારા બાપાસીતારામ ની મધુલીને વેરાનું બિલ આપવામાં આવતા ભાવનગર આમ આદમી પાર્ટી દ્વારા આ બિલ ભરપાઈ કરવામાં આવ્યું.

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2022-2023ના ઘરવેરાના બિલ મિલ્કત ધારકોને આપવામાં આવ્યા. જેમાં મહાનગરપાલિકા દ્વારા શહેરના આનંદનગર વિસ્તારમાં સ્લમ બોર્ડમાં આવેલી બજરંગદાસ બાપાની મઢુલીને યુઝર્સ ચાર્જ તરીકે વેરાબીલ આપવામાં આવ્યું હતું. જેને લઇને આનંદનગર વિસ્તારના રહીશોમાં રોષ ફેલાયો હતો. ભાવનગર આમ આદમી પાર્ટીને વાત ધ્યાને આવતા આ વેરો આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે જમા કરાવવાનું નક્કી કર્યું હતું. ત્યારે ભાવનગર મહાનગર પાલિકા કચેરી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઢોલ નગારા સાથે ભાવનગરના પ્રસિદ્ધ સંત શ્રી બજરંગદાસ બાપાની તસવીર સાથે પહોંચ્યા હતા. ત્યારે થોડીવાર માટે મહાનગર પાલિકા કચેરી દ્વારા કચેરીના ગેટ બંધ કરવામાં આવ્યા હતા. જોકે આપના કાર્યકર્તાઓ અને મહાનગરપાલિકાના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ બાદ ગેટ ખોલી દેવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પ્રથમ મહાનગર પાલિકાના મેયર અને ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પાસે વેરો ભરવા માટે પહોંચ્યા હતા. પરંતુ બંને પદાધિકારીઓ કચેરી ખાતે હાજર મળી આવ્યા ન હતા. જેને લઇને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર યોગેશ નિરગુડે પાસે બજરંગદાસ બાપાની મઢુલીને આપવામાં આવેલો વેરો જમા કરાવ્યો હતો. આમ આદમી પાર્ટી દ્વારા બજરંગદાસ બાપાની મઢુલીને આપવામાં આવેલો વેરો રૂપિયા 3068 જમા કરાવવામાં આવતા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમિશનર દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો. જોકે આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા ભારતીય જનતા પાર્ટીના શાસનની મહાનગરપાલિકાના પદાધિકારીઓ પર આકરા પ્રહાર કર્યા હતા.

Next Story