Connect Gujarat
બ્લોગ

સુરેન્દ્રનગર : લીંબડી મોટા મંદિર ખાતે નીંબાર્ક પીઠ મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ સંપન્ન...

લીંબડી ખાતે સતત 9 દિવસ સુધી મોરારિ બાપુની રામકથા યોજાયા બાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નીંબાર્ક પીઠ મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ સંપન્ન કરવામાં આવ્યો હતો.

X

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે સતત 9 દિવસ સુધી મોરારિ બાપુની રામકથા યોજાયા બાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નીંબાર્ક પીઠ મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ સંપન્ન કરવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે 9 દિવસ મોરારિ બાપુની રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 3 દિવસ 1100 કુંડી મહાયજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં લાખોની સંખ્યામાં ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ સાથે જ લીંબડી ખાતે મોટામંદિર નીંબાર્ક પીઠ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. નીંબાર્ક પીઠ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમા સંતો-મહંતો સહિત સેવકગણ અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સતત 9 દિવસ સુધી ચાલેલી મોરારિબાપુની રામકથામાં લીંબડી સહીત આજુબાજુના ગામોમાંથી અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટ્યો હતો. રામકથા દરમ્યાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બનવા પામ્યું હતું.

Next Story