Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : લીંબડી ખાતે ખેલ મહાકુંભ અન્વયે અંડર-17 ખો-ખો સ્પર્ધાનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી લીંબડી ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાની ખો-ખો અંડર-૧૭ સ્પર્ધાનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

સુરેન્દ્રનગર : લીંબડી ખાતે ખેલ મહાકુંભ અન્વયે અંડર-17 ખો-ખો સ્પર્ધાનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
X

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિનો વિભાગ, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી લીંબડી ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાની ખો-ખો અંડર-૧૭ સ્પર્ધાનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે રાજ્ય કક્ષાની ખો-ખો અંડર-૧૭ સ્પર્ધા અંતર્ગત તા. ૨૫ મેના રોજ બહેનોની અંડર-૧૭ ખોખો સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી. જેમાં ૮ જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો. તાપી જિલ્લાની પ્રથમ, અમદાવાદ-ગ્રામ્ય દ્વિતીય અને મોરબીની ટીમ તૃતીય સ્થાને રહી હતી. ચેમ્પિયન ટીમના ખેલાડીઓને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, ગુજરાતના રમતવીરો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કરે તેવા અભિગમ સાથે રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૨ના બજેટમાં રૂપિયા ૫૦૦ કરોડથી વધુની જોગવાઈ કરી છે.

વધુમાં મંત્રી એ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રમત ગમત પ્રત્યે યુવાઓમાં રસ કેળવાય અને તેમનું કૌશલ્ય બહાર આવે તેવા ઉમદા હેતુથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વડપણ હેઠળની સરકાર આજે એ દિશામાં નક્કર કદમ સાથે આગળ વધી રહી છે. આજે ગ્રામ્ય વિસ્તારના યુવાઓ રમતગમત ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરી રહ્યા છે તેમ જણાવી મંત્રીએ ઉમેર્યું હતું કે, આ ખેલ મહાકુંભના માધ્યમથી 'રમશે ગુજરાત જીતશે ગુજરાત'ની વિભાવનાને રાજ્ય સરકાર ખરા અર્થમાં સાકાર કરશે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણા, શંકરભાઈ દલવાડી, પૂર્વ ચેરમેનશ્રી ગૌણ સેવા પસંદગી મંડળ પ્રકાશ સોની, નગરપાલિકા પ્રમુખ બેલા વ્યાસ, પ્રાંત અધિકારી એચ.એમ સોલંકી, મામલતદાર જે.આર.ગોહિલ, જિલ્લા રમત વિકાસ અધિકારી પાર્થ ચૌહાણ તેમજ રમત ગમત વિભાગના અન્ય અધિકારી, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story