ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતર નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ દરમિયાન અકસ્માતની ઘટના સર્જાઈ હતી,ચાર વાહનો વચ્ચે સર્જાયેલી ઘટનામાં એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું હતું.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતર ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરા થી માતર ગામ સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.આ ક્ષણે બેલગામ ખાનગી બસના ચાલકે ટ્રાફિક જામમાં ફસાયેલા પીકઅપ વાહનને જોરદાર ટક્કર મારી હતી,જેના કારણે અન્ય બે વાહનો પણ અકસ્માતનો ભોગ બન્યા હતા.સર્જાયેલા અકસ્માતમાં રોહિત ગોરાભાઈ લેલા નામના વ્યક્તિનું ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું.
સર્જાયેલી ઘટનામાં આમોદ પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.અને અકસ્માત અંગેની વધુ તપાસ શરૂ કરી હતી.
