બૉલીવુડ એક્ટર રમેશ દેવનું 93 વર્ષની વયે નિધન થયું છે. તેમના મૃત્યુના સમાચાર દીકરા અજિંક્ય દેવે આપ્યા છે. એક્ટરે મૃત્યુના 3 દિવસ પહેલાં જ પોતાનો 93મો જન્મદિવસ મનાવ્યો હતો. જોકે, એક્ટર રમેશ દેવની વિદાયથી ચાહકો ખૂબ દુઃખી થયા છે.

બૉલીવુડ એક્ટર રમેશ દેવ મહારાષ્ટ્રના કોલ્હાપુરના રહેવાસી હતા. રમેશે દેવે બૉલીવુડ ફિલ્મોની સફર રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ આરતીથી શરૂ કરી હતી. બૉલીવુડની સાથોસાથ તેઓએ મરાઠી ફિલ્મમાં પણ કામ કર્યું હતું. રમેશ દેવે 250થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે એક્ટ્રેસ સીમા દેવ સાથે લગ્ન કર્યા હતા. અભિનેતાએ જન્મદિવસ સેલિબ્રેટ કર્યો, ત્યારે સપનામાં પણ કોઈએ નહોતું વિચાર્યું કે, 3 દિવસ બાદ તેઓ દુનિયાને અલવિદા કહી દેશે. જન્મદિવસે તેમના ચાહકોએ રમેશ દેવની લાંબી ઉંમર માટે પ્રાર્થના પણ કરી હતી. તેમણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી યાદગાર ફિલ્મો આપી છે. જેમાં આઝાદ દેશ કે ગુલામ, ઘરાના, સોને પે સુહાગા, ગોરા, મિસ્ટર ઈન્ડિયા, કુદરત કા કાનૂન, દિલજલા, પ્યાર કિયા હૈ પ્યાર કરેંગે, શ્રીમાન શ્રીમતી, દૌલત, અશાંતિ, હથકડી, ખુદ્દાર, દહેશત, બોમ્બે એટ નાઇટ, હીરાલાલ પન્નાલાલ, યહી હૈ જિંદગી,સલાખે, 36 ઘંટે, પ્રેમ નગર, ગીતા મેરા નામ, જોરુ કા ગુલામ , બંસી બિરજુ, યહ ગુલિસ્તાં હમારા, હલચલ, મેરે અપને, સંજોગ, બનફૂલ, આનંદ, દર્પણ, ખિલોના, જીવન મૃત્યુ સહિત શિકાર અને સરસ્વતીચંદ્ર રમેશ દેવની મુખ્ય ફિલ્મો છે.