Connect Gujarat
Featured

બોલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોય રહસ્યમય ભૂમિકામાં દેખાશે

બોલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોય રહસ્યમય ભૂમિકામાં દેખાશે
X

બોલીવૂડ અભિનેતા વિવેક આનંદ ઓબેરોય પોતાની આવનારી ફિલ્મમાં એક રહસ્યમય ભૂમિકામાં જોવા મળશે. આ પ્રકારની ભૂમિકા અભિનેતાએ અગાઉ ક્યારેય ભજવી નથી.

https://www.instagram.com/p/CCc03cqHCHA/?utm_source=ig_embed&utm_campaign=loading

કેન યુ સોલ્વ યોર ઓન મર્ડર?"માં વિવેક ઓબેરોય, પ્રભુ સિંહની ભૂમિકામાં જોવા મળશે જે ફિલ્મના ખૂબ જ મહત્વના પાત્રોમાનું એક છે. તે પોતે આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યો છે જ્યારે વિશાલ મિશ્રા ફિલ્મને નિર્દેશિત કરશે.

વિશાલ મિશ્રા એ જણાવ્યું, “વિવેક એક ઉત્કૃષ્ટ અભિનેતા છે અને તેણે તેની ફિલ્મો 'સાથીયા', 'શૂટઆઉટ એટ લોખંડવાલા ', 'કંપની' દ્વારા આ વાતને સાબિત કરી છે. પ્રભુ સિંહની ભૂમિકા માટે મારે એક અસાધારણ અભિનેતાની તલાશ હતી કેમકે તે ફિલ્મનું ખૂબ જ મહત્વનું પાત્ર છે. વિવેક પહેલીવાર આ પ્રકારની ભૂમિકા ભજવતો જોવા મળશે.”

આ વર્ષના સપ્ટેમ્બર -ઓક્ટોબરમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેવામાં આવશે.

Next Story