/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/06/06174445/Valsad.png)
વલસાડના ડુંગરી ગામમાં એક અજીબોગરીબ કિસ્સો બન્યો છે. પોતાની પ્રેમિકાને મોબાઇલ ફોનનું ચાર્જર આપવા ગયેલો પ્રેમી પ્રેમિકાના પરિવારના હાથે ઝડપાય જતાં તેને બરાબરનો મેથીપાક ચખાડવામાં આવ્યો હતો. પગમાં ફેકચર તથા શરીર પર અસંખ્ય ઇજાઓ સાથે પ્રેમીને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો છે.
વલસાડ જિલ્લાના ડુંગરી ગામમાં પ્રેમીઓ માટે લાલબત્તી સમાન ઘટના બની છે. ડુંગરી ગામમાં રહેતી એક યુવતીએ તેના પ્રેમી પાસે મોબાઇલ ફોનનું ચાર્જર મંગાવ્યું હતું. પ્રેમિકાનો ફોન આવતાની સાથે પ્રેમી તેને ચાર્જર આપવા તેના ઘરે ગયો હતો. યુવતીને મળવા આવેલાં પ્રેમીને યુવતીના પરિવારજનો જોઇ ગયાં હતાં. બસ પછી તો પરિવારજનોએ તેને ઘેરીને બરાબરનો મેથીપાક ચખાડયો હતો. પગમાં ફેકચર તેમજ શરીર પર અસંખ્ય ઇજાઓ સાથે યુવાનને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવ સંદર્ભમાં ડુંગરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.