Connect Gujarat
બિઝનેસ

મોદી સરકારનો મોટો નિર્ણય, કેન્દ્રિય કર્મચારીઓના DAમાં 4%નો વધારો

કેન્દ્ર સરકારે દિવાળી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓને ગિફ્ટ આપી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેબિનેટ બેઠકમાં સરકારે કેન્દ્ર કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 4 ટકા વધારવાનો નિર્ણય કર્યો છે.

મોદી સરકારનો મોટો નિર્ણય, કેન્દ્રિય કર્મચારીઓના DAમાં 4%નો વધારો
X

કેન્દ્ર સરકારે દિવાળી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓને ગિફ્ટ આપી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેબિનેટ બેઠકમાં સરકારે કેન્દ્ર કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 4 ટકા વધારવાનો નિર્ણય કર્યો છે. ગઈ વખતે સરકારે માર્ચમાં મોંઘવારી ભથ્થું વધાર્યું હતું, એ 1 જાન્યુઆરી 2022થી લાગુ થયું હતું.માર્ચમાં સરકારે ડીએમાં 3 ટકાનો વધારો કર્યો હતો, એટલે કે એને 31 ટકાથી વધારીને 34 ટકા કર્યું હતું. હવે 4 ટકા મોંઘવારી ભથ્થું વધારતાં એ 38 ટકા થઈ ગયું છે. સરકારે મોંઘવારી ભથ્થું વધારતાં દેશના 50 લાખ કર્મચારી અને 65 લાખ પેન્શનધારકોને લાભ થશે. કેબિનેટે PM ગરીબ કલ્યાણ યોજનામાં 3 મહિનાનો વધારો કરાવાનો નિર્ણય કર્યો છે. આ યોજનાનો લાભ ડિસેમ્બર 2022 સુધી મળશે. પહેલા સપ્ટેમ્બર 2022એ યોજના પૂરી થનારી હતી. કેન્દ્રના આ નિર્ણયથી દેશના 81 કરોડથી વધુ લોકોને રાહત મળશે. હવે દેશના જરૂરિયાતમંદોને ડિસેમ્બર 2022 સુધી મફત રાશન મળતું રહેશે.

Next Story