શેરબજાર 28 ઓગસ્ટ 2024 ના રોજ મર્યાદિત શ્રેણીમાં ખુલ્યું હતું. છેલ્લા સેશનમાં પણ બજાર સીમિત દાયરામાં ટ્રેડ થઈ રહ્યું હતું.
શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 74.59 પોઈન્ટ અથવા 0.09 ટકાના વધારા સાથે 81,786.35 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી 19.50 પોઈન્ટ અથવા 0.08 ટકા વધીને 25,037.30 પર ટ્રેડ કરી રહ્યો હતો.
શેરની સ્થિતિ
LTIMindtree, Wipro, M&M, Tata Motors, Infosysના શેર નિફ્ટી પર વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. બીજી તરફ ONGC, એક્સિસ બેંક, શ્રીરામ ફાઇનાન્સ, ડિવિસ લેબ્સ અને NTPCના શેર લાલ નિશાનમાં છે.
સેન્સેક્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પાવર ગ્રીડ, ટાટા મોટર્સ, ટાઇટન, સન ફાર્મા, આઇટીસી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં તેજી સાથે કારોબાર થઇ રહ્યો છે. જ્યારે, ટોપ લોઝર શેરોમાં બજાજ ફિનસર્વ, JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, HCL ટેક્નોલોજીસ અને મારુતિના શેરનો સમાવેશ થાય છે.