Connect Gujarat
બિઝનેસ

ગૌતમ અદાણીએ ઈતિહાસ રચ્યો, બન્યા દુનિયાના બીજા નંબરના બન્યા અમીર વ્યક્તિ

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની વર્લ્ડ નંબર વન અમીર બનવાની યાત્રા વધુ આગળ નીકળી છે. ગૌતમ અદાણી હવે વર્લ્ડ ના બીજા નંબરના અમીર બન્યાં છે.

ગૌતમ અદાણીએ ઈતિહાસ રચ્યો, બન્યા દુનિયાના બીજા નંબરના બન્યા અમીર વ્યક્તિ
X

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની વર્લ્ડ નંબર વન અમીર બનવાની યાત્રા વધુ આગળ નીકળી છે. ગૌતમ અદાણી હવે વર્લ્ડ ના બીજા નંબરના અમીર બન્યાં છે. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનર ઈન્ડેક્સ જાહેર કરેલી દુનિયાના ટોચના 10 ધનકૂબેરોની યાદીમાં ગૌતમ અદાણી ને બીજા નંબરનું સ્થાન આપવામાં આવ્યું છે. ગૌતમ અદાણીએ એમેઝોનના જેફ બેઝોસને પછાડીને આ સ્થાન મેળવ્યું છે. ફોર્બ્સ રિયલ ટાઇમ બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ અદાણીની સંપત્તિમાં આજે બપોર સુધીમાં કુલ 5.5 અબજ ડોલરનો વધારો થયો હતો. હવે તે 155.7 અબજ ડોલર સાથે વિશ્વના અબજોપતિ નંબર બે છે. અદાણી ગ્રુપની કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસ શેરમાં આજે જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. શરૂઆતી કારોબારમાં કંપનીના શેર રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા. પ્રારંભિક વેપારમાં બીએસઈ પર અદાણી એન્ટરપ્રાઇઝ શેર વધીને રૂ. 3865 .60 થયો હતો. આ તેની 52 સપ્તાહ ની નવી હાઈ કિંમત છે. આ સાથે જ અદાણી ગ્રુપ માર્કેટ કેપના મામલે નવી ઊંચાઈ હાંસલ કરી અને એલઆઈસી, આઈટીસીને પાછળ છોડી દીધા છે.

પહેલા નંબરે હજુ પણ એલન

મસ્ક દુનિયાના નંબર વન અમીર તરીકે એલન મસ્ક યથાવત છે જેમની નેટવર્થ 273.5 અબજ ડોલર છે.

બીજા નંબરે ગૌતમ અદાણી

ગૌતમ અદાણી 155.7 અબજ ડોલર સંપત્તિ સાથે બીજા નંબરે છે.

જેફ બેજોસ ત્રીજા નંબરે

ત્રીજા નંબર એમેઝોનના સીઈઓ જેફ બેજોસ છે.

Next Story