સોના ચાંદીના ઘરેણા ભારતમાં ખુબ લોકપ્રિય છે. લગ્નથી લઇને ભેટ સુધી લોકો સોના ચાંદીના ઘરેણા પસંદ કરે છે ત્યારે આવો જાણીએ આજે સોના ચાંદીના ભાવમાં શું ઘટાડો થયો છે. આજે ગોલ્ડ 600 રૂપિયા ઘટીને 46,029 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગયુ છે. ચાંદીની કિંમતોમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે.1400 રૂપિયા ઘટીને ચાંદીનો આજનો ભાવ 63,989 રૂપિયા પ્રતિ કિલો થઇ ગઇ છે. ગ્લોબલ માર્કેટની જો વાત કરવામાં આવે તો આજે 4.4 % સુધી ઘટાડો થયો છે અને 1722.06 પ્રતિ ઔંસ થઇ ગયુ છે.
તે સિવાય ચાંદી પણ 2.6% ઘટીને 23.70 ડૉલર પર આવી ગઇ છે. કોરોના વાયરસના વિરોધમાં વેક્સિનેશનની રફ્તાર વધવાની સાથે દુનિયામાં સોનાની કિંમતોમાં ઉતાર ચઢાવ ચાલી રહ્યા છે. આ સમયે 25 કરોડ ડોલકના ક્વાડરિગા ઈન્ગ્નિયો ફંડને સંભાળીને રાખવા માટે ડિએગો પૈરિલાનું કહેવું છે કે સોનાની કિંમતો આવનારા 3-5 વર્ષમાં બમણી થશે.
સોનાની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં 3000-5000 ડોલર પ્રતિ ઓંસ થઈ શકે છે. આ સાથે ફંડ મેનેજરનું કહેવું છે કે અનેક દેશમાં અપાઈ રહેલા રાહત પેકેડના કારણે કેન્દ્રીય બેંકને થનારી મુશ્કેલીઓની રોકાણકારોને જાણકારી નથી. આ કારણે સોનાની કિમતો સતત વધી રહી છે.