/connect-gujarat/media/media_files/NLcvvrFzUPL2bcaOzZYs.png)
ચાર દિવસના ઘટાડા પછી, ગુરુવારે ટેકનોલોજી અને આઈટી શેરોમાં ખરીદીને કારણે બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી વધ્યા. 30 શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ 158.51 પોઈન્ટ અથવા 0.19 ટકા વધીને 85,265.32 પર બંધ થયો. દિવસ દરમિયાન, તે 380.4 પોઈન્ટ અથવા 0.44 ટકા વધીને 85,487.21 પર પહોંચ્યો. 50 શેરો ધરાવતો એનએસઈ નિફ્ટી ૪૭.૭૫ પોઈન્ટ અથવા 0.18 ટકા વધીને 26,033.75 પર બંધ થયો. બુધવાર સુધી સતત ચાર સત્રોમાં, સેન્સેક્સ લગભગ 613 પોઈન્ટ અથવા 0.72 ટકા ઘટ્યો, જ્યારે નિફ્ટી લગભગ 230 પોઈન્ટ અથવા 0.8 ટકા ઘટ્યો.
ગુરુવારે રૂપિયો તેના સર્વકાલીન નીચલા સ્તરથી સુધરીને 89.96 રૂપિયા પર બંધ થયો, જેનું મુખ્ય કારણ યુએસ ડોલર ઇન્ડેક્સ નબળો પડવો અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના હસ્તક્ષેપનો અહેવાલ હતો.
સેન્સેક્સ કંપનીઓની સ્થિતિ
સેન્સેક્સના શેરોમાં, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, એચસીએલ ટેક, ભારતી એરટેલ, સન ફાર્મા, ભારત ઇલેક્ટ્રોનિક્સ અને ટ્રેન્ટ મુખ્ય વધ્યા હતા. મારુતિ, એટરનલ, કોટક મહિન્દ્રા બેંક અને ટાઇટન પાછળ રહ્યા હતા.