મોંઘવારીનો માર: CNG અને PNGની કિંમતોમાં 5 ટકાનો વધારો
નવા વર્ષના વધામણાં બાદ ફરીવાર મધ્યમ વર્ગની સ્થિતિ ઠેરની ઠેર છે. મધ્યમ વર્ગીય પરિવારો પર મોંઘવારીનો માર વધતો જાય છે.

નવા વર્ષના વધામણાં બાદ ફરીવાર મધ્યમ વર્ગની સ્થિતિ ઠેરની ઠેર છે. મધ્યમ વર્ગીય પરિવારો પર મોંઘવારીનો માર વધતો જાય છે. નવું વર્ષ શરૂ થયું એને માંડ ચાર દિવસ થયા છે, ત્યાં ગુજરાતના લોકો પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. આજે ફરી એકવાર CNG અને PNGના ભાવમાં વધારો થયો છે. ગુજરાત ગેસ દ્વારા CNG અને PNGની કિંમતોમાં 5 ટકાનો વધારો કર્યો છે.ગુજરાત અને દેશભરમાં સતત વધતી જતી મોંઘવારીમાં વધુ એકવાર CNG ગેસના ભાવમાં વધારો થયો છે. ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તો સાથે જ PNGના ભાવમાં પણ 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવે વાહનચાલકોએ ગુજરાત ગેસના CNG માટે 78.52 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે. આ વધેલા ભાવ આજથી અમલી થઈ ચૂક્યા છે સરકારી તેલ કંપનીઓ 1 જાન્યુઆરી, 2023ના રોજ ગેસ સિલિન્ડર ની નવી કિંમત જાહેર કરી હતી. એ મુજબ 1 જાન્યુઆરી, 2023થી ગેસ સિલિન્ડરની કિંમત વધી હતી. ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયા સુધીનો વધારો થયો હતો. જો કે, આ વધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો હતો. આ ભાવ વધારા બાદ દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1,769 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1,870 રૂપિયા પર પહોંચી ગઈ છે