છેલ્લા દોઢ મહિનામાં શેરબજારમાં કરેક્શન જોવા મળ્યું હતું. આ કરેક્શનને કારણે રોકાણકારોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં રોકાણકારોને તેજીની અપેક્ષા હતી. જો આજના ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો બજારમાં ચાલી રહેલા ઘટાડા પર બ્રેક લાગી હતી. શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં બંને સૂચકાંકો પ્રભાવશાળી ઉછાળા સાથે બંધ થયા હતા.
આજે સેન્સેક્સ 1,961.32 પોઈન્ટ અથવા 2.54 ટકાના વધારા સાથે 79,117.11 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી પણ 557.40 પોઈન્ટ અથવા 2.39 ટકાના વધારા સાથે 23,907.30 પર બંધ રહ્યો હતો.
BSE મિડકેપ ઇન્ડેક્સ 1.3 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ લગભગ 1 ટકા વધ્યો હતો. જો સેક્ટર્સની વાત કરીએ તો તમામ સેક્ટરમાં ગ્રોથ જોવા મળ્યો હતો. PSU બેન્ક, IT, FMCG, એનર્જી, રિયલ્ટી 2-3 ટકાના ઉછાળા સાથે બંધ થયા છે.
ટોપ ગેઇનર્સ અને લુઝર શેરો
આજે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ટીસીએસ, આઈટીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાઈટનના શેર નિફ્ટીમાં ઉછાળા સાથે બંધ થયા હતા, જ્યારે માત્ર બજાજ ઓટોના શેરમાં જ ટોચનું નુકસાન થયું હતું.