New Update
/connect-gujarat/media/post_banners/3698de83265f6103b1ef6a4eca212e36b67ec6b2a2230a47f5c3eff3f8434647.webp)
5 માર્ચ, 2024 (મંગળવાર) ના ટ્રેડિંગ સેશનમાં શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરબજાર મર્યાદિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું હતું. આજે બંને ઇન્ડેક્સ લાલ નિશાનમાં ખુલ્યા હતા. આજે BSE સેન્સેક્સ 297.97 પોઈન્ટ ઘટીને 73,574.32 પર અને નિફ્ટી 86.05 પોઈન્ટ ઘટીને 22,319.55 પર છે.
સેન્સેક્સ કંપનીઓમાં એચસીએલ ટેક્નોલોજી, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસિસ, એક્સિસ બેંક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને એનટીપીસીના શેરમાં વધારો જોવા મળ્યો છે.
Latest Stories