મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર,સીંગતેલના ભાવમાં આટલા રૂપિયાનો થયો ઘટાડો

રાજ્યમાં કુદકેને ભૂસકે વધી રહેલ કાળઝાળ મોંઘવારી વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલનાં ભાવ આસમાને આંબી રહ્યા છે,

મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર,સીંગતેલના ભાવમાં આટલા રૂપિયાનો થયો ઘટાડો
New Update

રાજ્યમાં કુદકેને ભૂસકે વધી રહેલ કાળઝાળ મોંઘવારી વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલનાં ભાવ આસમાને આંબી રહ્યા છે, જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું હતું. ત્યારે રાજ્યમાં ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સીંગતેલ, કપાસિયા તેલ, પામોલિન તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સીંગતેલની લેવાલી ઘટતા ભાવમાં રાહત થઈ છે. સીંગતેલમાં છેલ્લા 17 દિવસમાં 15 કિલોના ડબ્બે રૂપિયા 130નો ઘટાડો થયો છે. જે બાદ ડબ્બાનો ભાવ 2810થી 2860 રૂપિયા થયો છે. આ જ સીંગતેલ 17 દિવસ પહેલા તા. 8 એપ્રિલે રેકોર્ડ રૂ. 2940- 2990ના ભાવે પહોંચ્યું હતું. સીંગતેલની સાથે કપાસિયા તેલના ભાવ પણ ઘટ્યા છે. કપાસિયા તેલમાં ડબ્બે 90 રૂપિયાનો ઘટાડો થયો છે. જે બાદ કપાસિયા તેલનો ભાવ 1750 રૂપિયા થયો છે. આ સાથે જ પામોલિન તેલમાં રૂ.50ના ઘટાડા સાથે ડબ્બાનો ભાવ 1505થી 1510 રૂપિયા થયો છે.

#India #Connect Gujarat #BeyondJustNews #relief #Business #decreased #Price #inflation #Rate #corn oil
Here are a few more articles:
Read the Next Article