Connect Gujarat
બિઝનેસ

વર્ષના ત્રીજા દિવસે પણ બજાર ઘટાડા સાથે ખુલ્યું, સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન પર..!

વર્ષ 2024ના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં શેરબજાર ઉતાર-ચઢાવ સાથે ટ્રેડ કરી રહ્યું છે. સોમવારે શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું હતું

વર્ષના ત્રીજા દિવસે પણ બજાર ઘટાડા સાથે ખુલ્યું, સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન પર..!
X

વર્ષ 2024ના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં શેરબજાર ઉતાર-ચઢાવ સાથે ટ્રેડ કરી રહ્યું છે. સોમવારે શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું હતું પરંતુ બાદમાં તેજી સાથે બંધ થયું હતું. આજે પણ બજાર લાલ નિશાન પર ખુલ્યું છે. આજે સવારે સેન્સેક્સ 73.14 પોઈન્ટ ઘટીને 71,819.34 પર અને નિફ્ટી 13.40 પોઈન્ટ ઘટીને 21,652.40 પર ખુલ્યો હતો.

સેન્સેક્સ કંપનીઓમાં જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, વિપ્રો, ઇન્ફોસિસ, એચસીએલ ટેક્નોલોજીસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, ટેક મહિન્દ્રા અને પાવર ગ્રીડ ખોટ સાથે ટ્રેડ કરી રહ્યાં છે. બજાજ ફિનસર્વ, આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

Next Story