રતન ટાટાએ પોતાના સ્વાસ્થ્ય અંગે X પર પોસ્ટ કરીને આપી માહિતી,માત્ર રૂટિન ચેકઅપ માટે ગયા હતા હોસ્પિટલ

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની વાત વહેતી થઈ હતી

New Update
a

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની વાત વહેતી થઈ હતી,જોકે આ વાતો વચ્ચે ખુદ રતન ટાટાએ ખુલાસો કરીને માહિતી આપી હતી.86 વર્ષીય રતન ટાટાએ સ્પષ્ટતા આપતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

રતન ટાટાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું છે કે હું માત્ર રૂટિન ચેકઅપ માટે જ આવ્યો છું. હાલ મારી તબિયત ખરાબ હોવાની અટકળો માત્ર અફવા છે. મારી ઉંમર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા મેડિકલ ચેકઅપ માટે આવ્યો છું.તમારા સૌની ચિંતા અને લાગણીને માન આપું છું.

Latest Stories