મંગળવારથી દેશની તમામ બેંકોમાં 2000ની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સોમવારે બેંકો માટે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં ભીષણ ગરમીને ધ્યાનમાં લેતા બેંકોને લોકો માટે છાંયડો અને પાણીની વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું છે.RBI વધુમાં કહ્યું છે કે બેંક દ્વારા કેટલી નોટો બદલાઈ અને કેટલી જમા થઈ એનો દૈનિક હિસાબ રાખવામાં આવે.RBIએ 19 મેના રોજ 2000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી.RBI એ 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકોમાં આવી નોટો બદલવા અથવા ખાતામાં જમા કરાવવા જણાવ્યું છે. બેંકે કહ્યું હતું કે 2000ની નોટ હજુ પણ લીગલ રહેશે.RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું, "અમે 4 મહિનાનો સમય આપ્યો છે. લોકો આરામથી નોટો બદલે. તાત્કાલિક બેંકમાં જવાનું ટાળો જેથી ભીડ ન થાય. અમે સમયમર્યાદા આપી છે કારણ કે લોકો તેને ગંભીરતાથી લે છે. જે લોકો નક્કી સમયમર્યાદામાં નોટો જમા કરાવી શકશે નહીં, તો તે બાબતનો મે 30 સપ્ટેમ્બર પછી નિર્ણય લઈશું.
2000ની નોટ બદલાવા અંગે RBIની ગાઈડ લાઇન જાહેર,4 મહિના પછી પણ નોટ માન્ય રહેશે
મંગળવારથી દેશની તમામ બેંકોમાં 2000ની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સોમવારે બેંકો માટે ગાઈડલાઈન જાહેર કરી છે.
New Update
Latest Stories