રૂપિયામાં રેકોર્ડ બ્રેક ધોવાણ, પહેલીવાર 82 રૂપિયાનું સ્તર પાર કર્યું

શુક્રવારે ભારતીય રૂપિયામાં ભારે નબળાઈ જોવા મળી છે અને ડોલર સામે રૂપિયો પ્રથમ વખત 82ના સ્તર ને પાર કરતો જોવા મળ્યો છે.

New Update
રૂપિયામાં રેકોર્ડ બ્રેક ધોવાણ, પહેલીવાર 82 રૂપિયાનું સ્તર પાર કર્યું

શુક્રવારે ભારતીય રૂપિયામાં ભારે નબળાઈ જોવા મળી છે અને ડોલર સામે રૂપિયો પ્રથમ વખત 82ના સ્તર ને પાર કરતો જોવા મળ્યો છે. ક્રૂડ ઓઈલની વધતી કિંમતો અને યુએસ બોન્ડ યીલ્ડ માં સતત વધારો વચ્ચે રૂપિયો આજે રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગયો છે. આજે સવારે 9.30 વાગ્યે 81.89 ના પાછલા બંધ ની સરખામણી ડોલર સામે રૂપિયો 0.5 ટકા ઘટીને 82.30ની આસપાસ જોવા મળ્યો હતો.આજે ડોલર સામે રૂપિયો 82.19 ના સ્તર પર ખુલ્યો હતો. તે પછી, રુપિયામાં નબળાઈ આગળ વધતી જોવા મળી હતી અને તે 82.33 ના ઓલ ટાઈમ લોને સ્પર્શ્યો હતો.

તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત બેરલ દીઠ $ 93 થી ઉપર પહોંચી ગઈ છે. આ સપ્તાહે અત્યાર સુધીમાં તેમાં 11 ટકાનો વધારો જોવા મળ્યો છે. ઓપેક દ્વારા તેલ ના ઉત્પાદનમાં કાપ મૂકવાના મંજૂરી આપવામાં આવતા ક્રૂડ ઓઈલની કિંમતમાં ઉછાળો આવ્યો છે. દરમિયાન, અમેરિકામાં યુએસ ટ્રેઝરી યીલ્ડ માં મંગળવારથી અત્યાર સુધીમાં લગભગ 0.18 ટકાનો વધારો થયો છે.CR Forexએ કહ્યું કે જો કાચા તેલની કિંમત 10 ડોલર પ્રતિ બેરલ ના સ્તર ને પાર કરે છે તો રુપિયા માટે મુશ્કેલી વધશે અને તેના પર વધુ દબાણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે ડોલર ઈન્ડેક્સ માં સતત વધારો થઈ રહ્યો છે અને તે 109.80 થી 112.12 પર આવી ગયો છે. હાલમાં, બજારની નજર યુએસ નોન-ફાર્મ પેરોલ્સ અને બેરોજગારી ના આંકડા પર છે.

Read the Next Article

આજે માર્કેટ લાલ નિશાનમાં ખૂલ્યું, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો

બજાજ ફાઇનાન્સ અને વિદેશી મૂડીના સતત ઉપાડને કારણે શુક્રવારે શરૂઆતના કારોબારમાં મુખ્ય શેરબજાર સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થયો. એશિયન બજારોમાં નબળા વલણની પણ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી.

New Update
share low

30 શેરોવાળા BSE સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 407.45 પોઈન્ટ ઘટીને 81,776.72 પોઈન્ટ પર બંધ થયા. 50 શેરોવાળા NSE નિફ્ટી 144.3 પોઈન્ટ ઘટીને 24,917.80 પોઈન્ટ પર બંધ થયા. સેન્સેક્સ કંપનીઓમાં, જૂન ક્વાર્ટરના પરિણામોની જાહેરાત પછી બજાજ ફાઇનાન્સના શેર લગભગ 6 ટકા ઘટ્યા. બજાજ ફિનસર્વના શેર 4 ટકાથી વધુ ઘટ્યા.

સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત ઘટાડા સાથે થઈ, ડોલર સામે રૂપિયો પણ મજબૂત બન્યો

Latest Stories