શેરબજારમાં ચાલી રહેલા ઘટાડા પર આજે પણ કોઈ બ્રેક લાગી નથી. આ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. આ ઘટાડો FIIના વેચાણ અને નિરાશાજનક ત્રિમાસિક પરિણામો તેમજ ફુગાવાના દરમાં વધારાને કારણે આવ્યો છે.
આજે BSE સેન્સેક્સ 110.64 પોઈન્ટ અથવા 0.14 ટકા ઘટીને 77,580.31 પર બંધ થયો હતો. નિફ્ટી 26.35 પોઈન્ટ્સ અથવા 0.11 ટકા ઘટીને 23,532.70 પર છે. નિફ્ટીમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો જારી રહ્યો હતો.
ટોપ ગેઇનર્સ અને લુઝર શેરો
સેન્સેક્સ પેકમાંથી આજે હિન્દુસ્તાન યુનિલિવર, એનટીપીસી, નેસ્લે, ઇન્ડસઇન્ડ બેંક, પાવર ગ્રીડ, અદાણી પોર્ટ્સ, ટાટા મોટર્સ અને બજાજ ફિનસર્વના શેર નુકસાન સાથે બંધ થયા છે. બીજી તરફ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, કોટક મહિન્દ્રા બેંક, ટેક મહિન્દ્રા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને HDFC બેંકના શેર ઉછાળા સાથે બંધ થયા હતા.