Connect Gujarat
બિઝનેસ

સિંગતેલના ભાવમાં ભડકો, ત્રણ દિવસમાં 130 રૂપિયાનો થયો વધારો

રાજ્યમાં સિંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે ફરી સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે.

સિંગતેલના ભાવમાં ભડકો, ત્રણ દિવસમાં 130 રૂપિયાનો થયો વધારો
X

રાજ્યમાં સિંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે ફરી સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. સતત બીજા દિવસે 50 રૂપિયા ભાવ વધારા સાથે સિંગતેલના ડબ્બા નો ભાવ 2870 રૂપિયાએ પહોંચ્યો છે.રાજ્યમાં અન્ય તેલના ભાવમાં કોઈ ફેરફાર થતો નથી. એકબાજુ લગ્નની સિઝન ચાલી રહી છે એવામાં સિંગતેલમાં ભાવ વધારો જનતા માટે માથાના દુખાવો સાબિત થઈ રહ્યો છે. સિંગતેલમાં ભાવ વધારો થતાં સામાન્ય વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે પણ સિંગતેલના ભાવ વધ્યા હતા. ગતરોજ સિંગતેલના ભાવમાં રૂપિયા 50નો વધારો થયો હતો. સતત બીજા દિવસે ડબ્બામાં 50 રૂપિયાનો વધારો થયો છે.2 દિવસમાં સિંગતેલમાં ડબ્બે 100 રૂપિયાનો ભાવ વધારો થયો છે. તો છેલ્લા 3 દિવસમાં ડબ્બામાં 130થી 140 રૂપિયાનો વધારો થયો છે. જે બાદ સિંગતેલના ડબ્બા નો ભાવ 2820થી વધીને 2870 સુધી પહોંચ્યો છે. છેલ્લા થોડા દિવસમાં ચીન દ્વારા સિંગતેલની માંગ વધતા ભાવ વધારો થયો છે. તો કેટલાક વેપારીઓ મગફળીની આવક ઓછી છે એટલે સીંગતેલ મોંઘુ બન્યું હોવાનું જણાવી રહ્યા છે.

Next Story