સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને ખુશખબર આપી, બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ દરમાં વધારો કર્યો...

અત્યાર સુધી ગ્રાહકોને 4.70 ટકા વ્યાજ મળતું હતું, હવે 22 ઓક્ટોબરથી 5.50 ટકા થઈ જશે

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને ખુશખબર આપી, બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ દરમાં વધારો કર્યો...
New Update

દિવાળી પહેલા દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઇએ પોતાના ગ્રાહકોને ખુશખબર આપી છે. બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ દરમાં વધારો કર્યો છે. હવે બેંકમાં ડિપોઝિટ તરીકે પૈસા રાખવા પર ગ્રાહકોને વધુ વ્યાજ મળશે. તેનાથી તે રોકાણકારો વધુ ફાયદામાં રહેશે, જે ડિપોઝિટની મળનારા વ્યાજ પર નિર્ભર છે.

એસબીઆઈએ ફિક્સ્ડ ડિપોઝિટ દરમાં વધુમાં વધુ 80 બેસિક પોઈન્ટનો વધારો કર્યો છે. નવા દરો 2 કરોડ રૂપિયાથી ઓછી ડિપોઝિટ પર લાગૂ છે. આ દરો 22 ઓક્ટોબરથી લાગુ થશે. નોંધનીય છે કે, એસબીઆઈએ વ્યાજદરમાં 211 દિવસથી 1 વર્ષ કરતા ઓછા સમયગાળા ની ડિપોઝિટ પર 80 બેસિક પોઈન્ટનો વધારો કર્યો છે. અત્યાર સુધી ગ્રાહકોને 4.70 ટકા વ્યાજ મળતું હતું, હવે 22 ઓક્ટોબરથી 5.50 ટકા થઈ જશે. બેન્કે વર્તમાન 4.65%ની તુલનામાં 180 દિવસથી 210 દિવસની મુદત વાળી એફડી પર વ્યાજ દરમાં 60 પોઈન્ટનો વધારો કર્યો છે.

આ પ્રકારના વધારાથી 2થી 3 વર્ષથી ઓછા સમયગાળા માટે છે. આ અવધિના વ્યાજદર વર્તમાન 5.65% થી 6.25% ટકી દેવામાં આવ્યો છે. 46 દિવસથી 179 દિવસના સમયગાળા પર દરને 50 બેસિક પોઈન્ટ વધારી 4.50 ટકા કરી દેવામાં આવ્યો છે. તો 1 વર્ષથી 2 વર્ષથી ઓછા સમયગાળા માટે વ્યાજદરને 5.60% થી વધારી 6.10% ટકા કરી દેવામાં આવ્યો છે. એસબીઆઈએ 7 દિવસથી 45 દિવસના ગાળા માટે વ્યાજ દર 3 ટકા સ્થિર રાખ્યો છે. આ રીતે સીનિયર સિટીઝન માટે પણ ડિપોઝિટના વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે.

#interest rate #ConnectFGujarat #bussiness news #SBI Bank #State Bank of India #bank fixed deposit #SBI Bank Intrest
Here are a few more articles:
Read the Next Article