New Update
બેન્કિંગ અને ઓટો શેરોમાં ખરીદી વચ્ચે શુક્રવારે બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે બંધ થયા હતા. BSE ના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 226.59 પોઈન્ટ અથવા 0.29 ટકાના ઉછાળા સાથે 78,699.07 ના સ્તર પર બંધ થયા છે. ટ્રેડિંગ દરમિયાન તે 570.67 પોઈન્ટ અથવા 0.72 ટકા વધીને 79,043.15 પર પહોંચ્યો હતો.
NSE નિફ્ટી 63.20 પોઈન્ટ અથવા 0.27 ટકા વધીને 23,813.40 પર પહોંચ્યો હતો. 30 બ્લુ-ચિપ કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ફાઇનાન્સ, ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ, નેસ્લે અને ICICI બેંક સૌથી વધુ વધ્યા હતા.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ, ઝોમેટો, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એચસીએલ ટેક પાછળ હતા. શેરબજારોમાં ટોક્યો અને શાંઘાઈ ઉપર હતા જ્યારે સિઓલ અને હોંગકોંગ ડાઉન હતા.
Latest Stories