New Update
/connect-gujarat/media/media_files/p0AUtdbAaoopbr1bLHia.jpeg)
16 ઓગસ્ટ 2024 (શુક્રવાર)ના રોજ ફરી એકવાર શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. આઈટી અને બ્લુ ચિપ્સ શેરોમાં ઉછાળાને કારણે બજાર વધ્યું હતું.
સેન્સેક્સ 1330.96 પોઈન્ટ અથવા 1.68 ટકાના વધારા સાથે 80,436.84 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 397.40 પોઈન્ટ અથવા 1.65 ટકા વધીને 24,541.15 પર પહોંચ્યો હતો. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો 1.7 ટકાથી વધુ વધ્યા છે. આ સિવાય અન્ય તમામ ક્ષેત્રના સૂચકાંકોમાં પણ જોરદાર વૃદ્ધિ જોવા મળી હતી.
ટોપ ગેનર સ્ટોક
આજે સેન્સેક્સના તમામ શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. ટેક મહિન્દ્રા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, વિપ્રો અને LTIMindtreeના શેર્સ ટોપ ગેઇનર હતા.
Latest Stories