સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે ભારતીય શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. ભારતીય સૂચકાંકો નવા રેકોર્ડ સ્તરે ખુલ્યા છે. BSE સેન્સેક્સ વિશે જ વાત કરીએ તો, આ ઈન્ડેક્સ 204.29 પોઈન્ટ અથવા 0.25 ટકા વધીને 82,570.06 પર ટ્રેડ થઈ રહ્યો છે. એનએસઈનો નિફ્ટી ઈન્ડેક્સ 67.60 પોઈન્ટ અથવા 0.27 ટકા વધીને 25,303.50 પર પહોંચ્યો હતો.
30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ શરૂઆતના વેપાર દરમિયાન 359.51 પોઈન્ટ ઉછળીને 82,725.28ની નવી વિક્રમી ટોચે પહોંચ્યો હતો. NSE નિફ્ટી 97.75 પોઈન્ટ વધીને 25,333.65ની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો.
સેન્સેક્સના ટોપ ગેઇનર્સ અને લુઝર્સ
સેન્સેક્સની 30 કંપનીઓમાં બજાજ ફિનસર્વ, એચસીએલ ટેક, આઈટીસી, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ અને એશિયન પેઈન્ટ્સ સૌથી વધુ વધ્યા હતા. ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, NTPC અને ભારતી એરટેલ ટોપ લુઝર્સમાં હતા.