ગયા સપ્તાહના ઘટાડા બાદ સોમવારે સ્થાનિક શેરબજાર મોટા ઉછાળા સાથે ખુલ્યું હતું. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 628.34 પોઈન્ટ વધીને 78,669.93 પર જ્યારે નિફ્ટી 219 પોઈન્ટ વધીને 23,806.50 પર પહોંચ્યો હતો.
સેન્સેક્સ શેરોમાં બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેન્ક, આઇટીસી, આઇસીઆઇસીઆઇ બેન્ક, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એક્સિસ બેન્કમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. અગાઉ છેલ્લા પાંચ દિવસમાં BSE સેન્સેક્સ 4,091.53 પોઈન્ટ અથવા 4.98 ટકા અને નિફ્ટી 1,180.8 પોઈન્ટ અથવા 4.76 ટકા ઘટ્યો હતો. શેરબજારના આંકડા અનુસાર, શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ રૂ. 3,597.82 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.
વોલ સ્ટ્રીટ અને એશિયન બજારોના હકારાત્મક વલણને પગલે સોમવારે ભારતીય શેરબજારો લીલા રંગમાં ખુલ્યા હતા. પ્રી-ઓપનિંગ સેશનમાં BSEના 50-શેર સેન્સેક્સ અને 30-શેર NSE નિફ્ટીમાં વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 447.05 પોઇન્ટ અથવા 0.57 ટકાના વધારા સાથે 78,488.64 પર અને નિફ્ટી 150.70 પોઇન્ટ અથવા 0.64 ટકાના વધારા સાથે 23,738.20 પર ખુલ્યો. હાલમાં સવારે 9:40 વાગ્યે, સેન્સેક્સ 451.85 (0.58%) ના વધારા સાથે 78,493.44 પર અને નિફ્ટી 185.45 પોઈન્ટ્સ (0.79%) ના વધારા સાથે 23,772.95 પર ટ્રેડ કરી રહ્યો છે.