/connect-gujarat/media/post_banners/3f9153dd2a3c8b166accc15598f1fcce44a649a2a29b39793365f2a83c37118a.webp)
1 જુલાઈએ શેરબજારના બંને સૂચકાંકો ધીમી ગતિએ ટ્રેડ થઈ રહ્યા છે. છેલ્લા કારોબારી સપ્તાહમાં શેરબજાર નવી ટોચે પહોંચ્યું હતું.
સેન્સેક્સ 33.25 પોઈન્ટ અથવા 0.04 ટકાના વધારા સાથે 79,065.98 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. તે જ સમયે, નિફ્ટી 17.65 પોઈન્ટ અથવા 0.07% ના મામૂલી ઘટાડા સાથે 23,992.95 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
ટોપ ગેઇનર્સ અને લુઝર શેરો
સેન્સેક્સ પેકમાં મારુતિ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ અને નેસ્લેના શેરો લાભ સાથે ટ્રેડ કરી રહ્યાં છે. બીજી તરફ એનટીપીસી, પાવર ગ્રીડ, આઈસીઆઈસીઆઈ બેંક અને લાર્સન એન્ડ ટુબ્રોના શેર લાલ નિશાનમાં છે.