આજે શેરબજારના બંને સૂચકાંકો તેમના સર્વોચ્ચ સ્તરે બંધ થયા હતા. અમેરિકન માર્કેટમાં સતત વધારાથી ભારતીય શેરબજારને ફાયદો થયો. આજે તમામ સેક્ટર ઉછાળા સાથે બંધ થયા હતા.
આજે સેન્સેક્સ 1,359.51 પોઈન્ટ અથવા 1.63 ટકાના ઉછાળા સાથે 84,544.31 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી 375.20 પોઈન્ટ અથવા 1.48 ટકા વધીને 25,791 પોઈન્ટ પર બંધ થયો હતો.
આજે ઓટો, બેંક, કેપિટલ ગુડ્સ, હેલ્થ સર્વિસ, એફએમસીજી, વીજળી, ટેલિકોમ, મેટલ અને રિયલ્ટી સેક્ટરમાં 1 થી 3 ટકાનો વધારો થયો હતો. BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ 1 ટકા વધીને બંધ થયા છે.
ટોપ ગેઇનર્સ અને લુઝર શેરો
નિફ્ટી એમએન્ડએમ, આઈસીઆઈસીઆઈ બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, ભારતી એરટેલ અને એલએન્ડટીના શેરો ઉછાળા સાથે બંધ થયા હતા. જ્યારે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, એસબીઆઇ, ઇન્ડસઇન્ડ બેન્ક, ટીસીએસ અને બજાજ ફાઇનાન્સના શેર નુકસાન સાથે બંધ થયા હતા.