Connect Gujarat
બિઝનેસ

સોનામાં આવી જોરદાર તેજી 54 હજારને પાર પહોંચ્યું સોનું, છેલ્લા 1 મહિનામાં સોનાના ભાવમાં આવ્યો 7.38 ટકાનો વધારો

આંતરરાષ્ટ્રીય બજારની સાથે-સાથે ભારતીય બજારમાં પણ આજે સોનાની કિંમતમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.

સોનામાં આવી જોરદાર તેજી 54 હજારને પાર પહોંચ્યું સોનું, છેલ્લા 1 મહિનામાં સોનાના ભાવમાં આવ્યો 7.38 ટકાનો વધારો
X

લગ્નની સીઝનમાં સોનાની કિંમતમાં ઉતાર-ચઢાવ યથાવત છે. ત્યારે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો આંતરરાષ્ટ્રીય બજારની સાથે-સાથે ભારતીય બજારમાં પણ આજે સોનાની કિંમતમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ભારતીય વાયદા બજારમાં સવારે બજારની શરૂઆત સોના-ચાંદીમાં તેજી સાથે થઈ હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ 0.44 ટકા વધી ગયો છે. જ્યારે ચાંદીમાં પણ 0.76 ટકાની તેજી જોવા મળી છે.

સોમવારે સવારે 9.10 કલાક સુધી મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ પોતાના કાલના બંધ ભાવથી 207 રૂપિયા ઉછળી 54087 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે ચાંદી કાલના બંધ ભાવથી 504 રૂપિયા વધી 66953 રૂપિયા પર કારોબાર કરી રહી હતી. ચાંદીનો ભાવ આજે 67022 રૂપિયા પર ખુલ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાછલા ટ્રેડિંગ સેશનમાં ચાંદીનો ભાવ 1.59 ટકાની તેજી સાથે બંધ થયો હતો, જ્યારે સોનામાં પણ ઘટાડો નોંધાયો હતો.

શુક્રવારે એમસીએક્સ પર સોનું 0.2 ટકા ઘટાડા સાથે 53880 રૂપિયા પર બંધ થયું હતું, જ્યારે ચાંદી પાછલા કારોબારી સત્રમાં 1041 રૂપિયા વધી 66450 રૂપિયા પર બંધ થઈ હતી. તો બીજીબાજુ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોના-ચાંદીના ભાવ ની વાત કરીએ તો બંનેની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. ગ્લોબલ માર્કેટમાં સોનાનો હાજર ભાવ 0.55 ટકા વધી 1,807.74 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયો છે, જ્યારે ચાંદીનો ભાવ આજે 0.87 ટકા વધી 23.36 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયો છે. એટલું જ નહીં ગ્લોબલ માર્કેટમાં છેલ્લા એક મહિનામાં સોનાના ભાવમાં 7.38 ટકા અને ચાંદીના ભાવમાં 11.50 ટકાનો વધારો થયો છે.

Next Story