કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને દિવાળી આપી ગિફ્ટ, નાગરિક બચત યોજના સહિત અનેક સરકારી સ્કીમોમાં આપી રાહત, જાણો વિગત

New Update
કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને દિવાળી આપી ગિફ્ટ, નાગરિક બચત યોજના સહિત અનેક સરકારી સ્કીમોમાં આપી રાહત, જાણો વિગત

કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને દિવાળી ગિફ્ટ આપી છે. સરકાર દ્વારા સાર્વજનિક ભવિષ્ય નિધિ, વરિષ્ઠ નાગરિક બચત યોજના સહિત સરકારી સ્મોલ સેવિંગ યોજનાઓમાં રોકાણ કરવા માટે મહત્વની રાહત આપવામાં આવી છે. સરકાર દ્વારા પહેલા વરિષ્ઠ નાગરિક બચત યોજના અંતર્ગત ખાતા ખોલવાનો સમય આપ્યો છે. સરકારે તેમને ત્રણ મહિનાનો ખાતા ખોલવાનો સમય આપ્યો છે.

Advertisment

સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ વ્યક્તિ સેવાનિવૃત્તિ લાભ પાપ્ત થવાના ત્રણ મહિનાની અંદર બચત યોજના ખાતા ખોલાવી શકે છે. તેમજ સેવાનિવૃત્તિના લાભોના વિતરણની તારીખનું પ્રમાણ પણ આપી શકે છે. પીપીએફ બાબતમાં યોજના સાર્વજનિક ભવિષ્ય નિધિ યોજના 2023 નામ આપવામાં આવ્યું છે.

સરકારે કહ્યું કે, જો પાંચ વર્ષ ખાતમાં જમા પૈસા રાખવા માટે ખાતો ખોલાવો છે તે ચાર વર્ષ પછી સમયમર્યાદા પહેલા પણ ઉપાડી શકો છો. એવા કિસ્સામાં ટપાલઘર બચત ખાતામાં લાગુ પડતા નિયમોનુસાર વ્યાજ આપવામાં આવશે. લાગુ થતાં નિયમોનુસાર જો પાંચ વર્ષિય સાવધિ જમા ખાતાની તારીખ ચાર વર્ષ બાદ કરવામાં આવે છે તો વ્યાજ ગણના ત્રણ વર્ષની કરવામાં આવશે.

Advertisment