નાણાકીય વર્ષ 2024-25ના ત્રીજા ક્વાર્ટરના પરિણામો આવતા અઠવાડિયે આવવાના છે. તે પહેલા બેંક અને આઈટી શેરમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં શુક્રવારે શરૂઆતના વેપારમાં ઘટાડો થયો હતો.
સકારાત્મક શરૂઆત છતાં બીએસઈનો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 181.04 પોઈન્ટ ઘટીને 79,762.67 ના સ્તર પર બંધ થયા છે. NSE નિફ્ટી 56.55 પોઈન્ટ ઘટીને 24,132.10 પર છે. બપોર સુધીમાં એક ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.
સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, ઈન્ફોસિસ, આઈટીસી, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, સન ફાર્મા અને એચડીએફસી બેંક સૌથી વધુ ઘટ્યા હતા. એનટીપીસી, ટાટા મોટર્સ, નેસ્લે અને અદાણી પોર્ટ્સના શેરમાં વધારો નોંધાયો હતો.
એશિયન બજારોમાં સિઓલ અને હોંગકોંગમાં ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે શાંઘાઈમાં ઘટાડો નોંધાયો હતો. ગુરુવારે યુએસ બજારો નકારાત્મક રહ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી નેટ સેલર રહ્યા બાદ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ગુરુવારે ખરીદદાર બન્યા હતા. એક્સચેન્જ ડેટા અનુસાર, તેણે રૂ. 1,506.75 કરોડના શેર ખરીદ્યા હતા.
ગ્લોબલ ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.30 ટકા વધીને $76.16 પ્રતિ બેરલ થઈ ગયું છે. ગુરુવારે, સેન્સેક્સ 1,436.30 પોઈન્ટ અથવા 1.83 ટકા ઉછળીને 79,943.71 પર બંધ રહ્યો હતો, જે એક મહિના કરતાં વધુ સમયનો તેનો શ્રેષ્ઠ સિંગલ-ડે વધારો હતો. નિફ્ટી 445.75 પોઈન્ટ અથવા 1.88 ટકા વધીને 24,188.65 પર પહોંચ્યો હતો.