ફેડ રિઝર્વના નિર્ણય બાદ શેરબજારમાં 450 પોઈન્ટની તેજી
અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંક તરફથી વ્યાજ દરમાં વધારો કર્યા બાદ ગ્લોબલ માર્કેટમાં સુધારો જોવા મળ્યો

અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંક તરફથી વ્યાજ દરમાં વધારો કર્યા બાદ ગ્લોબલ માર્કેટમાં સુધારો જોવા મળ્યો છે. અમેરિકા સહિત દુનિયાભરના બજારમાં તેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે. કારોબારની શરૂઆતમાં ઘરેલુ શેર બજારમાં 30 પોઇન્ટ વાળા સેન્સેક્સ લગભગ 450 પોઈન્ટની તેજી સાથે 53,018.91 ના સ્તર પર ખુલ્યો હતો
તો બજારમાં50 પોઇન્ટ વાળો નિફ્ટી પણ લગભગ 140 પોઈન્ટની તેજી સાથે 15,832.25 ના સ્તર પર ખુલ્યો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના 30 માંથી 29 શેર ગ્રીન નિશાન સાથે કારોબાર કરતા જોવા મળ્યા હતા.બીજી તરફ અમેરિકા ફેડ પોલિસી બાદ અમેરિકા સહિત દુનિયાભરના શેરબજાર સારા મૂડમાં જોવા મળી રહ્યા છે. તો ગઈકાલે સેન્સેક્સ પર એનટીપીસી, ઈન્ફોસિસ, રિલાયન્સ, વિપ્રો, ટેક મહિન્દ્રા સહિતના શેર ઘટીને બંધ રહ્યા હતા. એનટીપીસી 2.02 ટકા ઘટી 148.20 પર બંધ રહ્યો હતો. ઈન્ફોસિસ 1.29 ટકા ઘટીને 1421.65 પર બંધ રહ્યો હતો. જોકે બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, ટાટા સ્ટીલ, લાર્સન, એસબીઆઈ સહિતના શેર વધીને બંધ રહ્યા હતા પણ આજે ખુલતાની સાથે તેજી જોવા મળી હતી