ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંગ ધોની ભલે અત્યારે ક્રિકેટના મેદાનથી દૂર હોય પરંતુ સોશિયલ મીડિયાથી લઈને ફેન્સમાં તેઓ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. એક વાર ફરી કેપ્ટન કૂલ ચર્ચામાં આવ્યા છે અને આ વખતે કારણ છે તેમનો ન્યૂ લૂક. સોશિયલ મીડિયા પર મહેન્દ્ર સિંહ ધોનીની નવી હેરસ્ટાઈલ ખૂબ વાયરલ થઈ રહી છે અને ફેન્સને તે પંસદ પણ છે.
હેર સ્ટાઈલિસ્ટ આલિમ હકીમે શુક્રવારે સવારે તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ધોનીની ઘણી તસવીરો પોસ્ટ કરી છે. તેમાં તેઓ મહેન્દ્ર સિંહ ધોનીની નવી હેરસ્ટાઈલ દેખાડી રહ્યા છે. પોતાની ક્રિકેટ કરિયર દરમિયાન પણ મહેન્દ્ર સિંહ ધોની નવી-નવી હેરસ્ટાઈલ હંમેશા ચર્ચામાં રહી છે. પછી ભલે તે કરિયરની શરૂઆતના દિવસોમાં લાંબા ભૂરા વાળ હોય અથવા વર્લ્ડકપની જીત પછી અચાનક મુંડન કરાવી લેવાની લાત હોય. ધોનીએ હંમેશા તેના લૂક માટે તેના ફેન્સને ચોંકાવ્યા જ છે.
હવે મહેન્દ્ર સિંહ ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તી જાહેર કરી દીધી છે તે પછી પણ તેઓ નવા નવા લુક્સમાં જોવા મળે છે. નોંધનીય છે કે, મહેન્દ્ર સિંહ ધોની ટૂંક સમયમાં જ ક્રિકેટના મેદાન ઉપર પણ દેખાશે. યુએઈમાં આઈપીએલના બીજા હિસ્સા માટે એમએસ ધોની ટૂંક સમયમાં જ ચેન્નાઈ સુપર કિંગ્સના કેમ્પ સાથે જોડાવાના છે.નોંધનીય છે કે, આલિમ હકીમની ગણતરી દેશના પ્રખ્યાત હેરસ્ટાઈલિસ્ટ તરીકે થાય છે. બોલિવૂડના ઘણાં મોટા સ્ટાર્સ અને ટીમ ઈન્ડિયાના સ્ટાર્સ પ્લેયર્સ મોટા ભાગે આલિમ હકીમ પાસે જ તેમનો નવો લૂક મેળવતા હોય છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170