• અંકલેશ્વર જીઆઈડીસીમાં બન્યો હતો બનાવ

  • કેડીલા ફાર્મા કંપનીમાં લાગી હતી આગ

  • 2 કામદારો દાઝી ગયા હતા

  • એફ.એસ.એલ.દ્વારા તપાસ શરૂ કરાઇ

  • કંપનીને ક્લોઝર નોટીસ ફટકરાય

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેડીલા ફાર્મા કંપનીમાં આગની ઘટનામાં 2 કામદારો દાઝી જવાના મામલે એફ.એસ.એલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે તો બીજી તરફ કંપનીને ક્લોઝર નોટીસ ફટકારવામાં આવી છે.
અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી કેડીલા ફાર્માસ્યુટીકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઘટનામાં બે કામદારો ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કંપનીના MPP-2 પ્લાન્ટમાં સોડિયમ કાર્બોનેટ લોડિંગની કામગીરી ચાલી રહી હતી, ત્યારે અચાનક બ્લાસ્ટ થયો હતો.
આ ઘટનામાં  ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે ઘટનાને ગંભીરતાથી લઈને કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે.આ મામલે પોલીસે FSL ટીમ સાથે કંપનીમાં પહોંચી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે બ્લાસ્ટના કારણો અને પ્લાન્ટમાં સેફટી ધોરણોના પાલન અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.કામદારોમાં ઘટનાને લઈને ચિંતા ફેલાઈ છે જ્યારે સેફટી વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે.