• સાળંગપુર ધામમાં ઉજવાયો શાહી આમોત્સવ

  • શ્રી કષ્ટભંજનદેવને 2000 કિલો કેરીનો અન્નકૂટ ધરાવાયો

  • અખાત્રીજના પવિત્ર અવસરે ભક્તિનું અદભૂત શિખર જોવા મળ્યું

  • કેરીનો રસ બનાવી હરિભક્તોને પ્રસાદ સ્વરૂપે પીરસવામાં આવ્યો

  • દાદાના મનમોહક દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી

બોટાદના સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના દરબારમાં 2000 કિલો કેરીનાં  શાહી આમોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે અખાત્રીજના પવિત્ર અવસરે ભક્તિનું અદભૂત શિખર જોવા મળ્યું હતું.શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને 2000 કિલો કેરીનો ભવ્ય અન્નકૂટ” અર્પણ કરી આમોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

હરિભક્તો દ્વારા અર્પણ કરાયેલી 2000 કિલોથી વધુ કેરીઓથી દાદાનું સિંહાસન કલાત્મક રીતે શણગારવામાં આવ્યું હતું.અને સુરતથી તૈયાર થઈને આવેલા ખાસ મોરની ડિઝાઇનના એમ્બ્રોડરી વર્કવાળા દિવ્ય વાઘામાં દાદાના મનમોહક દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે અન્નકૂટની તમામ કેરીઓનો રસ બનાવી હજારો હરિભક્તોને ભોજનાલયમાં પ્રસાદ સ્વરૂપે પીરસવામાં આવ્યો હતો.

પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ દિવ્ય મહોત્સવે હજારો ભક્તોને ભાવવિભોર કરી દીધા હતા.