ભરૂચના વાલિયા તાલુકાના રૂપ નગરમાં આવેલ પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલયમાં નવરાત્રિ મહોત્સવના સાતમા નોરતાની ઉત્સાહ, ઉમંગ અને પરંપરાગત હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ નવરાત્રી મહોત્સવમાં વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ માતા દુર્ગાની આરાધના અને ભક્તિભાવ સાથે નવરાત્રિના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ વસ્ત્ર ધારણ કરી ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા.વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરાઓ, સામૂહિક સહભાગિતા અને એકતાની ભાવનાનો વિકાસ થયો હતો. સમગ્ર વાતાવરણ આનંદમય અને ઉત્સવમય જોવા મળ્યું હતું.