અંકલેશ્વર–રાજપીપળા માર્ગ પર કેમિકલ યુક્ત પ્રવાહી ઢોળાતા માર્ગ ચીકણો બની ગયો હતો. મીરાનગર નજીક આ ઘટનાના પગલે અનેક વાહનો સ્લીપ થતા નાની-મોટી દુર્ઘટનાઓ સર્જાઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થયાની માહિતી નથી, પરંતુ વાહનચાલકોમાં ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો.
પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા વાહનમાંથી કેમિકલ અથવા ઓઇલ લીક થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બાબતે તંત્ર દ્વારા માર્ગ સાફ કરવાની કામગીરી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
