છોટાઉદેપુર: કુંડલ ગામમાં નળ તો બેસાડાયા પણ પાણી જ નથી મળતું, જુઓ શું છે પરિસ્થિતી

છોટાઉદેપુર: કુંડલ ગામમાં નળ તો બેસાડાયા પણ પાણી જ નથી મળતું, જુઓ શું છે પરિસ્થિતી
New Update

ઉનાળાની શરૂઆત થતા જ પાણી પાણી ની બુમરાણ મચે છે અને તેમાય ખાસ કરીને ડુંગર અને જંગલ વિસ્તારના ગામોમાં ના રહીશો તો કપરી સ્થિતીમાં મુકાય જાય છે છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકાનાં કુંડલ ગામમાં પણ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે

પાવી જેતપુર તાલુકાનું કુંડલ ગામ કે જે ગામની વસ્તી 2500ની આસપાસની છે।  ગામ અંતરિયાળ અને ડુંગર વિસ્તારમાં આવેલૂ છે .આ વિસ્તારના લોકો વર્ષોથી ઉનાળાની શરૂઆત થાય કે પીવાના પાણી માટે વલખાં મારે છે . લોકોની રજૂઆતો બાદ આ વિસ્તારમાં અનેક યોજના દ્રારા પીવાનું પાણી મળે તે માટે વ્યવસ્થા કરી આપી પણ એક પણ યોજના ને લઈ ગામ ના લોકો ને પાણી નથી મળી રહ્યું તેવા આક્ષેપ ગામ ના લોકો કરી રહ્યા છે . વર્ષો પહેલા સુખી યોજના દ્રારા પાઇપ લાઈનો નાખી , સરકારી કૂવા બનાવવા માં આવ્યા  ત્યાર બાદ પાણી પુરવઠા યોજના દ્રારા ટાંકી બનાવી , અને હવે વાસમો યોજના દ્રારા નળ સે જળ યોજના અંતર્ગત ઘરે ઘરે નળ તો બેસાડી આપવા માં આવ્યા પણ ટીપું પાણી ગામ ના લોકો ને મળ્યું નથી . જે કોન્ટ્રાકટર ને કામ સોપવા માં આવ્યું હતું તે કામ અધૂરું છોડી ને જતો  રહ્યો હોવા નું ગામ ના લોકો નું કહેવું છે. ગામની મહિલાઓને પાણી ન મળતા દૂર સુધી પાણી મેળવવા ભટકવું  પડે છે . વિસ્તાર ડુંગર અને જંગલ વિસ્તાર હોય જંગલી જાનવરો નો પણ ડર હોય છે જેથી પુરુષોને પણ સાથે જવાનો વારો આવે છે . જેમાં વૃદ્ધો અને બાળકો ને પણ જોડાવું પડે છે . જેમાં અભ્યાસ કરતી વિધ્યાર્થિની ઓનો  અભ્યાસ પણ બગડે છે

#summer #Kundal Village #Chotaudepur Gujarat #Water Problem #Chota Udepur #Gujarat #gujarat samachar
Here are a few more articles:
Read the Next Article