છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ચામેઠા વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની માઈનોર કેનાલમાં ખેડૂતોને સિંચાઇના પાણીની જરૂરિયાતના સમયે જ પાણી બંધ કરી દેવાતા ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો. પાણી ન મળવાથી પાક સુકાવા લાગતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.
છોટાઉદેપુરમાં નસવાડી તાલુકાનાં ચામેઠા સહીતના સાત જેટલા ગામોમાં સીંચાઈનું પાણી ન મહા મહેનતે ઊભા કરેલા પાકને નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે. ચોમાસામાં ભારે વરસાદ અને ત્યાર બાદના માવઠાઓએ ખેડૂતોની કમર તોડી નાખી છે. ત્યારે ઉનાળાના પાક માટે સીંચાઈનું પાણી ખેડૂતોને મળતું નથી. નર્મદાની કાકડિયા માઈનોર કેનાલમાં સિંચાઇના પાણીનો લાભ લઈ ખેડૂતો સારી એવી ખેતી કરી શકે છે પરંતુ આ વર્ષે ઉનાળાના સમયે સિંચાઇના પાણીની તાતી જરૂરિયાત હોય છે તેવામાં માઇનોર કેનાળામાં પાણી બંધ થતાં 1200 એકર જમીનમાં મકાઇ, તલ, મગ અને બાજરીના પાકોને ભારે નુકસાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે.