ભરૂચ: મધ્યપ્રદેશના સી. એમ. શિવરાજસિંહ ચૌહાણે વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં આપી હાજરી, નર્મદા માતાનું પૂજન કર્યું

New Update
ભરૂચ: મધ્યપ્રદેશના સી. એમ. શિવરાજસિંહ ચૌહાણે વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં આપી હાજરી, નર્મદા માતાનું પૂજન કર્યું

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે નર્મદા નદી જ્યાં સમુદ્રને મળે છે એ પાવન સ્થળ જીએમડી રો-રો ફેરી જેટીની મુલાકાત લઈ મા નર્મદાનું ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કર્યું હતું.મધ્યપ્રદેશ અને ગુજરાતની જનતા સહિત સમગ્ર દેશના લોકોની સુખ સમૃદ્ધિ વધે એવી પ્રાર્થના કરી હતી. તેમણે સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાંથી જલ્દી મુક્ત થાય એવી પ્રાર્થના પણ તેમને કરી હતી.

શિવરાજસિંહ ચૌહાણે આ મુલાકાત બાદ ભરૂચના મનન આશ્રમની મુલાકાત લીધી હતી અને પૂજન-દર્શન-સત્સંગનો લાભ લીધો હતો. આ વેળાએ મનન આશ્રમ ખાતે યોજાયેલ સત્સંગ સભામાં શિવરાજસિંહ ચૌહાણે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, નર્મદા મૈયાની પૂજા-અર્ચના કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. સાથે પરમાત્માની કૃપાને કારણે જ આજે આ સત્સંગ કરવાનો મોકો પ્રાપ્ત થયો છે. તેમણે ઉમેર્યું કે મા રેવા જયાં સાગરને મળે છે તે સ્થળે પૂજન દર્શન કરવાનો અને દાંડી સ્મૃતિ પદયાત્રામાં સહભાગી થવાનો સંયોગ આવ્યો એ મા નર્મદાની કૃપા છે. મા નર્મદા સાગરને મળે છે તે સ્થળના દર્શનની મારી ઈચ્છા આજે પુરી થઈ છે.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચૂડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, મનન આશ્રમના સ્થાપક ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યા તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories