• ભરૂચમાં અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર

  • શુકલતીર્થ ખાતે પ્રચાર સભાનું આયોજન

  • કોંગ્રેસ દ્વારા આયોજન કરાયુ

  • પ્રચારક કરસનદાસ બાપુ રહ્યા ઉપસ્થિત

  • કરસનદાસ બાપુએ ભાજપ પર કર્યા પ્રહાર

ભરૂચની શુકલતીર્થ જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત બેઠકની જનસંપર્ક સભા કોંગ્રેસના પ્રચારક કરસનદાસ બાપુની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. ભરૂચની વાગરા વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ શુકલતીર્થ જિલ્લા પંચાયત અને ચાર તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જાહેર જનસંપર્ક સભાનું આયોજન કરાયું હતું.
સભામાં કરસનદાસ બાપુએ ભાજપ અને આપ પાર્ટીને આડે હાથ  લીધી હતી અને મતદાતાઓને 26 તારીખે કોંગ્રેસ તરફી મતદાન કરવા આહવાન કર્યું હતું.સાથે જ ભરૂચ જિલ્લા  કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ પણ ભાજપ અને આપ  પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. શુકલતીર્થ જિલ્લા પંચાયત 28 બેઠકના ઉમેદવાર ઇન્દ્રસિંહ પરમાર તથા ચાર તાલુકા પંચાયત તવરા, શુકલતીર્થ, નિકોરા અને ઝનોર બેઠકની જનસંપર્ક સભામાં  કોંગ્રેસનો ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. સાથે જ  પૂર્વપટ્ટી વિસ્તારમાં વિકાસને વેગ આપવા 100 ટકા મતદાનની અપીલ કરાઈ હતી.
આ સાથે જ શુકલતીર્થ જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ નાદ  અને શુકલતીર્થ ગામના 40થી વધુ  ભાજપ અને આપના કાર્યકરોને  કરસનદાસ બાપુ અને રાજેન્દ્રસિંહ રાણાએ કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો  હતો.