Connect Gujarat
Featured

મહારાષ્ટ્રમાં કોરોના કહેર: એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા, બ્લડબેંકમાં લોહીની અછ્ત

મહારાષ્ટ્રમાં કોરોના કહેર: એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા, બ્લડબેંકમાં લોહીની અછ્ત
X

કોરોના વાયરસની બીજી લહેર દેશભરમાં કહેર વરસાવી રહી છે જેવી ગયા વર્ષે પણ જોવા મળી ન હતી. મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જ્યાં કોરોનાએ સૌથી વધુ લોકોને શિકાર બનાવ્યું છે. કોરોનાના હુમલાને કારણે મહારાષ્ટ્રમાં લોહી અછ્તની સમસ્યા પણ ઊભી થઈ છે. બ્લડ બેંકે હવે સાત થી આઠ દિવસનું લોહી બાકી હોવાનો દાવો કર્યો છે. જે બાદ મહારાષ્ટ્રના આરોગ્યમંત્રીએ લોકોને રક્તદાન કરવાની અપીલ કરી છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 43 હજાર 183 નવા કેસોના નોધાવાની સાથે સંક્રમિત લોકોની સંખ્યા વધીને 28 લાખ 56 હજાર 163 થઈ ગઈ છે. આ પહેલા 28 માર્ચે સંક્રમણના સૌથી વધુ 40 હજાર 414 કેસ નોંધાયા હતા. રાજ્યમાં રોગચાળાની શરૂઆત થયા પછી એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

રાજ્યમાં સંક્રમણને કારણે વધુ 249 દર્દીઓનાં મોત થયાં છે. આ રીતે, ગયા વર્ષે ઓક્ટોબર પછી એક જ દિવસમાં સૌથી વધુ મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 54 હજાર 898 લોકો સંક્રમણને કારણે મૃત્યુ પામ્યા છે.

રાજ્યની હોસ્પિટલોમાંથી 32 હજાર 641 દર્દીઓને રજા આપવામાં આવતાં, 24 લાખ 33 હજાર 368 લોકોનો ઇલાજ થયો છે. રાજ્યમાં હાલમાં ત્રણ લાખ 66 હજાર 533 દર્દીઓની સારવાર ચાલી રહી છે. મુંબઈમાં સંક્રમણના 8646 નવા કેસ નોંધાયા છે. બીએમસીએ કહ્યું કે રોગચાળો શરૂ થયા પછી એક જ દિવસમાં સૌથી વધુ સંક્રમણના કેસ સામે આવ્યા છે. શહેરમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4 લાખ 23 હજાર 360 થઈ ગઈ છે. સંક્રમણને કારણે મુંબઇમાં વધુ 18 દર્દીઓનાં મોત નીપજ્યાં. ગયા વર્ષે ડિસેમ્બરના પહેલા અઠવાડિયા પછી એક જ દિવસમાં મૃત્યુની આ સૌથી વધુ સંખ્યા છે. શહેરમાં અત્યાર સુધીમાં 11 હજાર 704 લોકોનાં મોત નીપજ્યાં છે.

Next Story