Covid-19 : રાજ્યમાં કોરોનાના 2640 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 2066 દર્દીઓ સાજા

દેશમાં બીજી વખત એક દિવસમાં 4 લાખથી વધુ કેસ; 24 કલાકમાં 3980 લોકોનાં મોત
New Update

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2640 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 2066 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,94,650 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 11 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 4539 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 621 કેસ અને ગ્રામ્યમાં 8 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 506 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 138 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 322 કેસ, જ્યારે ગ્રામ્યમાં 53 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 262 કેસ અને ગ્રામ્યમાં 45 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં 57,75,904 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 7,30,124 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 65,06,028 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે

#Connect Gujarat #Covid 19 #CMO Gujarat #corona reported #Gujarat Corona Virus #Gujarat Corona Case #CM Vijay Rupani #gujarat fight corona #Gujrat Corona Positive
Here are a few more articles:
Read the Next Article