કોવિડ-19 : રાજ્યમાં આજે 3160 નવા કેસ નોધાયા, 15ના મોત

New Update
કોવિડ-19 :  રાજ્યમાં આજે 3160 નવા કેસ નોધાયા, 15ના મોત

રાજ્યમાં ફરી કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના 3160 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 15 લોકોના કોરોના સંક્રમણથી મોત થયાં છે. રાજ્યમાં આજે 2028 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 3,00,765 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

Advertisment
1/38

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 16 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 16252 પર પહોંચ્યો છે. જેમાંથી 167 લોકો વેન્ટિલેટર પર અને 16085 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.52 ટકા છે.

આજે સુરત કોર્પોરેશનમાં 7 અમદાવાદ કોર્પોરેશનમાં 6, ભાવનગર કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 15 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4581 લોકોના કોરોનાથી મોત થઈ ચુક્યા છે.

રાજ્યમાં આજે 3160 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 773, સુરત કોર્પોરેશનમાં 603, રાજકોટ કોર્પોરેશનમાં 283, વડોદરા કોર્પોરેશનમાં 216, સુરત 185, વડોદરા 114, મહેસાણા 88, જામનગર કોર્પોરેશન 70, પાટણ 65, ભાવનગર કોર્પોરેશન-60, જામનગર 54, મહીસાગર 39, પંચમહાલ 39, ગાંધીનગર 33, ગાંધીનગર કોર્પોરેશન 33, મોરબી 33, ભરૂચ 32, ખેડા 32, દાહોદ 31, કચ્છ 30, નર્મદા 30, રાજકોટ 28, આણંદ 25, દેવભૂમિ દ્વારકા 23, સુરેન્દ્રનગર 22, અમરેલી 20, બનાસકાંઠા 20, ભાવનગર 19, સાબરકાંઠા 19, ડાંગ 18, જૂનાગઢ કોર્પોરેશન 18, છોટા ઉદેપુર 17, વલસાડ 15, અમદાવાદ 14, જૂનાગઢ 14, નવસારી 14, બોટાદ અને ગીર સોમનાથ 10 કેસ નોંધાયા છે.

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત આજે કુલ 3,00,280 લોકોને રસીકરણ કરવામા આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 67,62,638 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 8,10,126 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.


ગુજરાતમાં અત્યાર સુધીમાં 4581 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. 

Latest Stories