/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/23221205/IMG-20210323-WA0150.jpg)
સુરતમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. દિનપ્રતિદિન કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. સુરતમાં આજે વધુ 577 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. 2 લોકોના મોત નિપજ્યા છે.
સુરતમાં આજે 577 કોરાના પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં 476 કોરોનાપોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં 101 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. 2 લોકોના મોત નિપજ્યા છે. શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં 59,640 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.સુરતમાં કુલ 55,856 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ 2633 કોરોના પોઝિટિવ કેસ એક્ટિવ છે. બીજી બાજુ સંક્રમણ અટકાવવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મનપા કમિશનરએ લોકોને ફરજીયાત માસ્ક પહેરવા અપીલ કરી રહ્યા છે.
સુરત શહેર સહિત જિલ્લામાં કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જેને લઈ સિવિલ હોસ્પિટલમાં આવેલી 10 માળની 1000 બેડ ધરાવતી કોવિડ હોસ્પિટલના ફ્લોર એક બાદ એક પછી શરૂ કરાઈ રહી છે. સ્મીમેર હોસ્પિટલના પાર્કિંગમાં બનાવેલી હોસ્પિટલ પણ કાર્યરત કરવા તૈયારીઓ કરાઈ રહી છે.